દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

વાપી નગરપાલિકા

શહેરી સહભાગિતા મંચ

શહેરી સહભાગિતા મંચ વિષે...

ભારત સરકાર નાં શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન સપ્ટેમ્બર ૨૦૧૩ થી અમલમાં છે. આ યોજનાના સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ સ્વ.સહાય જૂથો, એરિયા લેવલ ફેડરેશન અને સીટી લેવલ ફેડરેશનો ની રચના કરી નારી શક્તિ ને સામાજિક, આર્થિક સ્તરે સશક્ત બનાવવા માટે નો ઉદેશ્ય છે. જેમ તમે જાણો ચૌ મુખ્યત્વે શહેરી ગરીબો નાં સ્વ.સહાય જૂથો, એરિયા લેવલ ફેડરેશન અને સીટી લેવલ ફેડરેશનો સામાજિક સશક્તિકરણ માટે એક મજબુત પ્લેટફોર્મ પ્રદાન કરે છે. અને સરકારી કલ્યાણ કાર્યક્રમો નાં પ્રસાર માટે પણ મદદરૂપ બને છે. આ પ્લેટફોર્મ સમુદાય-આધારિત સંસ્થાઓને લાભ આપશે. શહેરી સહભાગિતા મંચ ની સ્થાપના સહભાગી શહેરી સાશન અંતર્ગત એક મીકેનીઝમ બનાવવા હેતુ કરવામાં આવેલ છે. ૧) વર્ષ મા ઓછામાં ઓછી ૨ વાર કમીટી ની મીટીંગ બોલાવવામાં આવેલ છે. ૨) શહેરી સહભાગિતા મંચ દ્વારા ઓછા સમય મા ALF અને CLF નાં પ્રશ્નો નું નિરાકરણ કરવામાં આવે છે.