Introduction
૨૦૧૧ ની વસ્તી ગણત્રી મુજબ વાપી એ ૧૬૩૬૩૦ ની વસ્તી ધરાવતુ શહેર છે. તે વલસાડ જીલ્લાના વાપી તાલુકામાં દક્ષિણ દિશામાં આવેલ નેશનલ હાઇવે નં.8 થી શુન્ય કિ.મી.ના અંતરે આવેલ છે. શહેરમાં નગરપાલિકાનું વહીવટી તંત્ર ગોઠવાયેલ છે.
શહેરના ત્રણ મુખ્ય પ્રવેશ માર્ગો છે. પ્રથમ માર્ગ ઉત્તર દિશામાં નેશનલ હાઇવે નં.8 થી આવેલ છે. જ્યારે બીજો પૂર્વ તરફ જોડાયેલો છે. અને ત્રીજો પશ્ચિમ દિશામાં આવેલો પ્રવેશમાર્ગ ડાભેલ (દમણ, યુ.ટી.) થી નગરને જોડે છે. જે શહેરને અડીને એટલે કે શુન્ય કી.મી. દુર આવેલ છે. પૂર્વ દિશાનો પ્રવેશ માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડે છે. જે શહેરથી શુન્ય કી.મી દુરથી પસાર થાય છે.
વાપી શહેર મુખ્યત્વે ડાંગરના પાક માટે તથા ઘાસ માટે ૧૯૬૦-૧૯૬૫ ના વર્ષોમાં જાણીતું હતું. ત્યારબાદ ૧૯૭૦ ના અરસામાં જીઆઇડીસીની સ્થાપના થતાં વાપી શહેરમાં ધંધા-ઉધોગનો ઝડપથી વિકાસ થયો. સને ૧૯૬૪-૬૫ ના અરસામાં ગ્રામ પંચાયતમાંથી નગરપંચાયતમાં રૂપાંતરીત થયેલ. અને ૧૯૯૦ ની સાલમાં નગરપાલિકામાં રૂપાંતર થયેલ. તથા ૨૦૦૬ ની સાલમાં ચલા તથા ડુંગરા નગરપાલિકાનો સમાવેશ થયો હતો. વાપી શહેર ૨૨.૪૪ ચો.કિ.મી વિસ્તારમાં પથરાયેલ છે. અને "અ" વર્ગની નગરપાલિકા અસ્તિત્વમાં છે. વાપી શહેર કુલ ૧૪ વોર્ડમાં વહેંચાયેલ છે. તે ૨૦ ૨૨" અક્ષાંશ અને ૭૨ ૫૪" રેખાંશ વચ્ચે આવેલ છે.
વાપી શહેરની ભૌગોલિક સ્થિતિ જોતાં ખેતી માટે ખુબ જ ઓછો અવકાશ છે. કારણ કે મોટાભાગની જમીન ઉધોગ હેતુસર તથા રહેઠાણ માટે બીનખેતી છે. તથા નજીકમાં દરિયો હોવાથી ક્ષારનું પ્રમાણ વધારે છે. વધારે વરસાદને કારણે વાપી તથા આજુબાજુનાં વિસ્તારમાં હરીયાળી જણાય આવે છે.
વાપી શહેરની આજુબાજુના વિસ્તારમાં કુદરતી સાધનસંપત્તિ તેમજ ખનિજો મળતી નથી. અહીં સારા પ્રમાણમાં ઔધોગિક વિકાસ જોવા મળે છે.
વાપી શહેરનો વર્ષનો સરેરાશ વરસાદ ૮૦ થી ૧૦૦ ઇંચ જેટલો છે. વરસાદ વધારે કહી શકાય તેવો પડે છે. દક્ષિણ-પૂર્વ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જુલાઇ થી સપ્ટેમ્બર દરમ્યાન પડે છે. મોસમનો ૯૦ ટકા વરસાદ આ સમયગાળામાં જ પડે છે.